તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2 બાળકી સહિત 4ને સ્વાઈન ફ્લૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | કચ્છમાં જાન્યુઆરી માસની ઠંડીમાં સ્વાઈન ફ્લૂના વધુને વધુ કેસ બહાર આવી રહ્યા છે, જેમાં રવિવારે 2 બાળકી સહિત વધુ 4 વ્યક્તિને સ્વાઈન ફ્લૂ જણાયો હતો, જેથી 1લીથી 13મી જાન્યુઆરી સુધીના 13 દિવસમાં જ સ્વાઈન ફ્લૂના દર્દીઓનો કુલ આંક 46 ઉપર પહોંચી ગયો હતો. ભુજ તાલુકાના મમુઆરામાં 61 વર્ષીય વૃદ્ધને ભુજ જી. કે. જનરલમાં લવાયો હતો. માધાપરના 55 વર્ષીય પુરુષને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભુજની 3 વર્ષીય બાળકી અને ભચાઉની 4 વર્ષીય બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...