તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Naliya News Suzlon Company Became The Nod For The Death Of One More Bird In Buda 031121

બુડિયામાં સુઝલોન કંપની વધુ એક પક્ષીના મોત માટે નિમિત બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના બુડિયા ગામની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના પાંખિયા સાથે અથડાયેલ મહાકાય પક્ષી પેણના 2 કટકા થઇ જતાં પક્ષીપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઘટના બાદ હરકતમાં આવેલ વનવિભાગે કંપની વિરુધ્ધ વિધીવત ફરિયાદ નોંધી જવાબદારોને રૂબરુ તપાસ માટે આજે સોમવારે બોલાવ્યા હોવાનું આરએફઓ સોઢાએ માહિતી આપતાં જણાવ્યું હતું.

નલિયાથી 15 કિમીના અંતરે આવેલ બુડિયા ગામની સીમમાં પેણ કે જેને અંગ્રેજીમાં ડોલો મોશિયન પેલીકન કહેવાય છે. તે પક્ષી પવનચકકીના પાંખિયા સાથે અથડાયું હતુ઼. આ ઘટનામાં પક્ષીના 2 કટકા થઇ ગયા હતા. બનાવ અંગે

... અનુસંધાન પાનાનં.7

લાલાના પૂર્વ સરપંચ આમદ હારૂન સંઘાર અને હારુન અલી સંઘારે નલિયા ફોરેસ્ટ ઓફિસને જાણ કરી હતી. આ બાદ પશ્ચીમ કચ્છ વન વિભાગના વનસંરક્ષક અસારીના માર્ગદર્શન તળે આરએફઓ આર.કે.સોઢા, ફોરેસ્ટર ઇશ્વર પટેલ સહિત ઘટના સ્થળે ધસી ગયા હતા.

ઘાયલ પેણનું પોસ્ટમોર્ટમ કરવછા ઉપરાંત પંચનામાની કામગીરી કરી વનવિભાગે બનાવ સંદર્ભે વિધીવત ફરિયાદ નોંધી હતી. આ ઘટનાએ પક્ષીપ્રેમીઓમાં ભારે અરેરાટી સર્જી છે.

પવનચક્કીના પાંખીયાથી અથડાયેલ પેણ પક્ષીના 2 કટકા થઇ ગયા
કલેકટરના આદેશને કંપની ઘોળીને પી ગઇ
કલેકટરે થોડા સમય પહેલાં ધોરાડ ના સંવર્ધન હેતુ પવનચક્કી દુર લગાવવા આદેશ કર્યો હતો. સુઝલોન કંપની આ આદેશનો ઉલાળિયો કરી ઘોળી પી ગયાનો આક્ષેપ અામદ હારૂન સંઘારે લગાવ્યો છે.ઉલ્લેખનિય છેેકે અગાઉ રાષ્ટ્રીય પક્ષી મોર સહિતના મોત આ પવનચકકીના કારણે થયા હોવા છતાં જવાબદારો સામે કોઇ કડક કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...