તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Super Six Cricket Tournament Held In Nirona For The Benefit Of Gausiva 021533

નિરોણામાં ગૌસેવાના લાભાર્થે સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરોણામાં ભાનુશાળી મહાજન અને યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે ગૌસેવાના લાભાર્થે સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.

વરલીવાળા જગદીશચંદ્ર મહારાજના હસ્તે દીપ પ્રાગટ્યથી સ્પર્ધા ખુલ્લી મૂકાઇ હતી. છેલ્લી મેચનો ટોસ ભુજ મહાજનના પ્રમુખ શંભુભાઇ નંદાએ ઉછાળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન તમામ ટીમો વચ્ચે રોમાંચક મેચો યોજાઇ હતી જેનો આસપાસના ગામોમાંથી ઉપસ્થિત લોકોએ ભરપૂર આનંદ માણ્યો હતો.

આયોજનને અંતે ગૌવંશના ચારા માટે બે લાખ જેટલી રકમ એકઠી થઇ શકી હતી. આ પ્રસંગે આસપાસના ગામોના સરપંચો, ભાનુશાળી મહાજનના અગ્રણીઓ, સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન સાથે આયોજનને પૂર્ણ જાહેર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...