તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યની યાત્રાધામ વિકાસ સમિતિએ તીર્થધામોની મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદી લખપત તાલુકામાં આવેલાં તીર્થધામો માતાનામઢ, ના.સરોવર-કોટેશ્વર સહિતના ધાર્મિક સ્થાનો પર વિકાસલક્ષી કાર્યોને વેગ મળે અને યાત્રિકોની સંખ્યામાં તેમજ સુવિધામાં વધારો થાય તેવા હેતુથી રાજ્યની યાત્રાધામ વિકાસ સમિતિએ તેમની મુલાકાત લઇ પૂજન-દર્શન કર્યાં હતાં. ચેરમેન ડો. નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ ભાજપ-કોંગ્રેસના 7-7 સદસ્યોની બનેલી ટીમે માતાનામઢ, ના. સરોવર-કોટેશ્વર, સફેદરણ, જેસલ-તોરલ સમાધિ સહિતના સ્થળોની મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. યાત્રાધામોમાં ખૂટતી કડીઓમાં ક્યાં સુધારાને અવકાશ છે તે અંગે તેઓ રાજ્ય સરકારને અહેવાલ સુપરત કરશે જેથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...