તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Six Prisoners Of Splinter Firing Case Three Adjournments Of The Application Suit 021547

ચકચારી ફાયરીંગ કેસના 6 જણ જેલમાં : અરજી અનૂસંધાને ત્રણની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુસ્તાન તહેરીખ ઇન્સાફના પ્રેસિડેન્ટ અને કોંગ્રેસના પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટીના ઘર પર થોડા દિવસ પૂર્વે ફાયરીંગ થયું હતું, જેમાં ભુજના હીંગોરજા પરિવારના માણસો સામે ફરીયાદ નોંધાતા તેમની અટક કરાઇ હતી. દરમિયાન હમીદ ભટ્ટીએ પશ્ચિમ કચ્છ એલસીબીને ‘મારા જીવને જોખમ છે’ તેવું જણાવીને 20-22 જણના નામ સહિતની અરજી શુક્રવારે કરી હતી. જેમાં ત્રણ જણાની પોલીસ દ્રારા શનિવારે અટક કરાઇ હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના પૂર્વ નગરસેવક અને હીંગોરજા પરિવારનો ચાલતા ડખોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જેમા થોડા દિવસ પૂર્વે હમીદ ભટ્ટીના ઘરના દરવાજા પર ફાયરિંગ થયાની ઘટના અને હિંજોરજા પરિવારના સભ્યો જેલમાં છે. તેઓ છુટશે પછી અને તેમજ અન્ય પરિવારના તેમના ઓળખીતાઅો દ્રારા પોતાના જીવને જોખમ હોવાની દહેશત વ્યકત કરી અરજી કરી હતી. આ ગ્રુપના માણસો હમીદ ભટ્ટીને મારી નાખશે તેવી તેમને બીક હોવાથી તેમણે અમુક માણસોના ફોટા અને નામ વાળી અરજી એલસીબીને આપી હતી.

આ અંગે એલસીબીના પીઆઇ ઔસુરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પૂર્વે હીંગોરજા પરીવારના સભ્યોએ તેમના ઘરના દરવાજા પર ફાયરીંગ કર્યું હતું, જેમાં પરીવારના સભ્યોની અટકાયત કરી જેલમાં ધકેલી દેવાયા હતા. હમીદ ભટ્ટીને જીવનું જોખમ હોય તેવી દહેશતથી તેમણે એલસીબીને ગેંગના માણસોના નામ અને ફોટા સહિત અરજી કરી હતી, જે અંતર્ગત શનીવારે એજાજ બાફણ, ઉમર સોઢા અને રફીક બાફણ સામે અટકાયતી પગલા ભરાયા હતા. 20થી 22 જણના નામોમાં હીંગોરજા પરીવાર સહિત અન્ય બાફણ પરીવારના સભ્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સમુહલગ્નના મુન્દ્રાના કોંગ્રેસી નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દુશ્મમીના બીજ રોપાયા હતા. 2016માં ભુજના સરપટ ગેટ પર ચકમક ઝરી હતી, ત્યારે કોંગ્રેસી નેતાની પડખે ભુજના હીંગોરજા અને બાફણ પરીવાર માણસો રહ્યા હતા, જે અંગેનું મનદુ:ખ રાખી અવારનવાર ડખાઓ થયા રહે છે.

મારા પર જાનલેવા હુમલો થઇ શકે છે: ભટ્ટીએ નામજોગ LCBને કરી ફરિયાદ
અન્ય સમાચારો પણ છે...