તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Remembering The Contribution Of An Old Teacher And Poet39s Contribution To The Older Generation 021557

જૂની પેઢીના આદર્શ શિક્ષક અને કવિના પ્રદાનને યાદ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાયેલી શોકસભામાં જૂની પેઢીના આદર્શ શિક્ષક અને કવિ જીવ એવા કનુભાઇ જોષીના દુ:ખદ અવસાનથી તેમની સેવાઓને યાદ કરાઇ હતી.

શોકસભાનું આયોજન સંસ્કૃત પાઠશાળા, માજી હોમગાર્ડ સંસ્થા, ગાંધીજીવન કેન્દ્ર, સત્યમ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા દર્શનાબેન મુનશી, વિભાકર અંતાણી, મધુકાંત ત્રિપાઠી, ચંદ્રકાંત શાહ, ઇલાબેન છાયા સહિતના અગ્રણીઓએ કનુભાઇની કાવ્ય પ્રતિભાને બિરદાવી સાહિત્યક્ષેત્રે કચ્છમાં ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી તેમના શિક્ષણ ક્ષેત્રના પ્રદાનને બહુમૂલ્ય ગણાવતાં ગીતાપઠન સાથે તેમને અંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...