તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nakhatrana News Religious Programs Were Held In Dhanurmas In The Nakhtara Swaminarayan Temple 032231

નખત્રાણા સ્વામિનારાયણ મંદિરમાં ધનુર્માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ મંદિર સંચાલિત નખત્રાણાના સ્વામિનારાયણ મંદિરમાં ધનુર્માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સવારે 6થી 7માં ધૂન-કિર્તન, દર મંગળવારે રાત્રે 9થી 10 દરમિયાન યોજાતી સત્સંગ સભામાં મથલ ગુરૂકુળથી આવતા સંતો જયકૃષ્ણસ્વામી, પ્રભુજીવનસ્વામી, શ્યામકૃષ્ણસ્વામીના મુખેથી વચનામૃત અને શિક્ષાપત્રીના ઉપદેશનો લાભ મળે છે.

મહિલા મંડળ દ્વારા રોજ સવારે શણગાર તેમજ અન્નકૂટનું આયોજન થાય છે. દયાપર, રવાપર, અંગિયા, દોલતપરની સાંખ્યયોગી બહેનો દ્વારા દર રવિવારે સાંજે 3થી 7 સુધી સત્સંગ સભા યોજાય છે. આયોજનમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, પ્રફુલ્લ કંસારા, ઘનશ્યામ સોની, મિતાંશુ પિત્રોડા, નરેશ પિત્રોડા સહિતના હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...