તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિઝીટલ ઇન્ડિયા માટે પહેલાં પાયાની સગવડ તો ઉભી કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિક ભારતના નિર્માણના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝીટલ ઇન્ડિયા અમલી બનાવ્યું છે. પણ આ ડિઝીટલ ઇન્ડિયાઅે કચ્છમાં લોકોની સુવિધા વધારવાના બદલે ઉલ્ટાની દુવિધા વધારી હોય તેવી પરિસ્થિતી સર્જી હોવાનું જિ.પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલે આરોપ મુકતાં કહ્યું છે. તેમણે ટકોર કરતાં કહ્યું કે ડિઝીટલ ઇન્ડિયા માટે પહેલાં કચ્છમાં પાયાની સગવડ ઉભી થવી જરૂરી છે.

કચ્છમાં જિલ્લા અને તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર આ હેતુ બનાવાયા છે. પણ અહી કયારેક નેટ બંધ હોય છે તો કયારેક સર્વર ડાઉન હોય છે. રાશનકાર્ડ, 7-12ના દાખલા, આવક અને જાતિનો દાખલો મેળવવો હોય તો કલાકો સુધી લાઇનમાં ઉભ્યા બાદ પણ એક ધકકામાં તો કામ પતતું જ નથી. તો વળી સરકારે વિકેન્દ્રીકરણના બદલે કેન્દ્રીકરણ કરી નાખતાં તાલુકાના 60થી 7_0 ગામના લોકો એકજ કચેરીએ આવતા હોવાથી ભારે અવ્યવથા પણ સર્જાય છે.

વધુમા઼ તેમણે શહેરી વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે જો તાલુકા પંચાયતમાં અલાયદી વ્યવસ્થા ગોઠવાય તો લોકોની હાલાકી થોડી ઓછી થઇ શકે તેવું સુચન પણ કર્યું હતુ઼. તો અત્યારે ખેડુતોને સહાય માટે 7-12ની નકલ જોડવાની છે.

અન્ય સમાચારો પણ છે...