તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Proposal To Be Made In The State Government To Increase Animal Subsidy 021217

પશુ સબસીડી વધારવા રાજય સરકારમાં કરાઇ દરખાસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા અછત સમિતીની પખવાડીક સમીક્ષા બેઠક કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લામાં કેટલ કેમ્પ અને ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને અપાતી પશુ સબસીડીની રકમ વધારવા અંગે રાજય સરકારમાં દરખાસ્ત કરી દેવાઇ હોવાનુ અને આ દરખાસ્ત સરકારની મંજુરી હેઠળ હોવાની માહિતી આપવામાં આવી હતી.

સમિતીના સભ્યોએ દૈનીક 25 રૂપીયા સબસીડી પ્રવર્તમાન અછતની સ્થિતીમાં ઘણી ઓછી છે. ત્યારે તમામ સભ્યોએ એકીસુરે કચ્છની અછતની સ્થિતીને ધ્યાને લઇ પશુ સબસીડી સહાયની રકમ 25થી વધારી 50 કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી. જે અનુસંધાને કલેકટરે આ માટેની દરખાસ્ત આગોતરી કરી દેવાઇ હોવાની વિગત આપી હતી.

ઘાસચારાનુ વાવેતર કરવા માટે તાલુકાદીઠ 10 જ વીજજોડાણ આપવા માટેની મર્યાદા બાંધી દેવાઇ છે. ત્યારે કચ્છના વિશાળ વિસ્તારને ધ્યાને લઇ આ મર્યાદા દુર કરવામાં આવે તેવા સુચન કરાયા હતા. તો ખેડુતોને નુકશાની પેટે સહાય ચુકવવાની જાહેરાત કરાઇ છે. ત્યારે આ સહાય મેળવવા માટે તલાટીઓ દ્વારા સોગંદનામા રજુ કરવા સહિતનો દુરાગ્રહ રખાય છે તે નિવારી આખીય કામગીરી સરળ બનાવવા સુચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...