તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોર્ટ હોસ્પિટલનો સતત ખાડે જતો વહિવટઃ ધક્કા ખાતા દર્દીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા સંચાલીત ગોપાલપુરીની હોસ્પીટલનો વહિવટ ખાડૅ ગયો હોવાની રાવ અવાર નવાર ઉઠવા પામી છે. તો તાજેતરમાં મજુર સંગઠનોમાંથી પણ આ અંગે અવાજ ઉઠતા પોર્ટ પ્રશાસને આ અંગે ઉપયુક્ત કાર્યવાહિ કરવાની સાંત્વના આપી હતિ. પરંતુ હજી સુધી તે દિશામાં કામ ન થયુ હોય તેમ દર્દીઓએ પરેશાનીનો સુર વ્યક્ત કરી રહ્યા છે.

ગાંધીધામમાં હજારો પરીવારો ગોપાલપુરીની હોસ્પીટલમાં સારવાર લેતા રહે છે, પોર્ટ સંચાલીત આ હોસ્પીટલમાં એક સમયે તેના તબીબો માટૅ શહેરભરમાં જાણીતી હતી અને લોકો સારવાર અર્થે આવતા હતા. પરંતુ હવે અવળી ગંગા વહી હોય તેવો તાલ સર્જાયો છે. અહિ જુના તબીબો નિવ્રુત થયા બાદ નવાની ભરતી ન થતા અને માત્ર પાર્ટ ટાઈમ તબીબોને બોલાવીને સંતોષ માની લેવાતા દર્દીઓને દવા ઓછી અને ધક્કા વધુ ખાવા પડી રહ્યા હોવાનું દર્દીએ જણાવ્યુ હતુ. પોર્ટ કર્મચારીએ જણાવ્યુ હતુ કે હવે મહતમ કર્મચારીઓ પોર્ટ હોસ્પીટલ જવાના બદલે સારવાર અર્થે એટલેજ ખાનગી હોસ્પીટલોનો રસ્તો પકડી રહ્યા છે. ગતવર્ષે મોટા ગજાના રાજકારણીએ ટ્રસ્ટી બનીને સબંધીતોને મેડીકલ સ્ટોરની વ્યવસ્થા હોસ્પીટલમાં કરાવી દીધી હોવાનો ચણભણાટ ઉઠતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ અઢળક સ્ટાફ છતા વ્યવસ્થાઓ યોગ્ય રીતે ન ચાલતી હોવાની અને એકના બદલે બીજી દવા આપી દેવી, દવા ન હોવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. વયોવ્રુદ્ધોને દવા બીજા કે ત્રીજા દિવસે લેવા આવવાનું કહેવામાં આવી રહ્યુ છે. હોસ્પીટલની બગડી રહેલી શાખ અંગે જાણે પ્રશાસનને પરવાહ ન હોય તે પ્રકારનો તાલ સર્જાયો છે ત્યારે સામાન્ય વર્ગના દર્દીઓ આ સમસ્યાનો સૌથી મોટૉ ભોગ બની રહ્યા છે. પાર્ટ ટાઈમ આવતા તબીબો તેમને વધુ સારવાર માટે ખાનગી ક્લીનીકમાં બોલાવી રહ્યા છે તો અહિના તબીબો દર્દીઓને અન્ય હોસ્પીટલમાં રીફર કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ ધોળા હાથીની જેમ રાખી મુકાઈ છે જેનો લાભ કોઇ દર્દીઓને અપાતો નથી. આ અંગે યોગ્ય કાર્યવાહિ કરવા માટૅ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...