તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુખ્યમંત્રી ભુજમાં હતા ત્યારે જ પોલીસ વાહન પર હુમલો થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની કલેક્ટર કચેરીમાં ગત 3 ઓકટોબરના નશાયુકત હાલતમાં ગાળા ગાળી કરીને કાચની તોડફોડ કરનારા શખ્સે ફરી શુક્રવારે ટાઉન હોલ પાસે ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા પોલીસના વાહનમાં એ યુવાને પથ્થર મારી સરકારી વાહનના કાચ નાખતાં અફડાતફડી મચી જવા પામી હતી. પોલીસે તેની વિરૂધ ગુનો નોંધીને પાલારા જેલમાં ધકેલી દીધો હતો.

એમટી વિભાગમાં ફરજ બજાવતા એએસઆઇ બળવંતસિંહ મહોબતસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારે ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ પ્રવાસે આવ્યા હતા અને તેમની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમા ભુજ એમટી સેક્શનમાંથી ફાળવવામાં આવેલ પોલીસના સરકારી વાહન પી-54 જી.જે.12 જી. 0394ના ચાલક બળવંતસિંહ જાડેજા પોતાના વાહન પાસે ઉભા હતા. ત્યારે આરોપી કિશન રવિલાલ રાજગોર (ઉ.વ.47) લથડીયા ખાતો સાંજે સાડા પાંચ વાગ્યે પસાર થયો હતો.

જેથી આરોપીને બળવંતસિંહે બેસાડીને પોલીસ મથકે લઇ જવાનું કહેતાં આરોપી કિશન ઉસ્કેરાઇ ગયો હતો અને સરકારી વાહનના કાચ તોડી નાખી 1,500નું નૂકશાન કર્યું હતું. તુરંત આરોપીને પકડી તેની ટીંગાટોળી કરી પોલીસ મથમમાં લઇ ગયા હતા આરોપી વિરૂધ અલગ અલગ બે ગુનો નોંધી શનિવારે કોર્ટમાં રજુ કરી અદાલતના આદેશથી તેને પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.ઉલેખનીય છે કે આરોપીએ અગાઉ કલેકટર કચેરીમાં પણ નશાયુક્ત હાલતમાં તોફાન મચાવી કાચની તોડ ફોડ કરી પોતાના શરીરે લોહી લુહાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...