તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગજોડ રોડ પર જુગાર રમતા 4 ખેલી ઝબ્બે: 1 ભાગી છુટયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના ગજોડ રોડ પર આવેલ જડેશ્વર મંદિર નજીકના વાડા પાસે ધાણીપાસાનો જુગાર રમતાન 4 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડાની આ કામગીરી સમયે 1 શખસ નાસી છુટવામાં સફળ રહેતાં તેને ઝડપવાના ચક્રો માનકુવા પોલીસે ગતિમાન કર્યા છે. પોલીસે 5 શખસો સામે જુગારધારાની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.

માનકુવા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સાંજે પોણા પાંચ વાગ્યાના અરસામાં દરોડો પાડી મહેશગર મોતીગર ગુંસાઇ, કમલેશગર ગોસ્વામી, ખેતા ધના મહેશ્વરી, બાબુ પચાણ મહેશ્વરીને ધાણીપાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા. દરોડા સમયે ઇશા ફકીર ભાગી છુટયો હતો.

પકડાયેલા જુગારીઓ પાસેથી 10,000ની રોકડ અને 20,000ની કિમતની 2 મોટરસાઇકલ મળી 30,000નો મુદામાલ પોલીસે કબ્જે લઇ આગળની તપાસ આદરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...