તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઇ રોકે ના ટૉકેઃ જ્વલનશીલ પદાર્થોના વહનથી ખતરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામની આસપાસ જે રીતે નિયમોના છડેચોક ઉલ્લંઘન કરીને જ્વલનશીલ પદાર્થોનું પરીવહન ધમધોકાર કરાઈ રહ્યુ છે તે મોટી સમસ્યાનું કારક બની શકે તેવુ અગાઉ અનેક વાર જાણકારો કહિ ચુક્યા છે અને પાઈપલાઈનમાંથી ક્રુડ ઓઈલની ચોરી બાબતે તો રિપોર્ટ પણ આપીને ચેતવી ચુક્યા છે. શનિવારે પડાણા નજીક એક ટેન્કરમાં હળવા બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. આ અંગે સતાવાર નોંધ તો કશુ નથી પ્રાપ્ત થઈ શકિ પરંતુ આ એક નાની ઘટના દર્શાવે છે કે કેટલી મોટી દુર્ઘટનાઓ થવાની સંભાવના આ ગેરરીતીઓના કારણે સર્જાઈ રહિ છે.

ગાંધીધામ નજીક આવેલા પડાણા ગામ નજીક આવેલી કચ્છ કેમીકલ કંપની પાસે સર્વિસ રોડ પર શનિવારના સવારે એક ટૅંકર પસાર થઈ રહ્યુ હતુ ત્યારે સંભવત વીજ વાયર અડકી જવાના કારણે ધડાકો થયો હતો અને ડ્રાઈવરને પણ ઝટકો લાગ્યો હતો. ચમત્કારીક રીતે ચાલકનો બચાવ થયો હતો. આ અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીના તજજ્ઞએ જણાવ્યુ હતુ કે જ્યારે જ્વલનશીલ લીક્વીડ કે પદાર્થનું વહન કરવાનું હોય તો તેની જ્વલનશીલતાની માત્રા,જથ્થાની માત્રા, પરીવહનનું સાધન, તેનો માર્ગ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા સબંધીત નિર્ણયો લેવાના રહે છે.

પરંતુ આમાનું કશુ ગાંધીધામ સંકુલમાં થતુ દેખાતુ નથી, જ્યારે કે સૌથી વધુ માત્રામાં અહિથી આ પ્રકારના જથ્થાઓનું પરીવહન થાય છે.

મીસડિક્લેરેશનથી અનેક જિંદગીઓ સામેના જોખમે કોઇકની આવક !
તાજેતરમાં કંડલામાથી 139 કન્ટૅનરોમાંથી કેરોસીન ઝડપાયુ હતુ જે અન્ય નામે જાહેર કરી મંગાવાયુ હોવાથી તેની સુરક્ષીત હેરફેર માટે તો કોઈ ઉપાયો કરવામાં આવ્યા હોવાની શક્યતાજ પેદા થતી નથી. જેથી જોખમનું પ્રમાણ અનેક ગણુ વધી જાય છે. મીસડિકેલેરેશનમાં કસ્ટમના અધિકારીઓની મીલીભગત વારંવાર સામે આવતી રહિ છે. ત્યારે રોકડી કરી લેવાની આ દોડમાં તાક પર દેશની તીજોરીની સાથે સેંકડો લોકોના જીવન પણ મુકિ દેવાતા હોવાનો તજજ્ઞોનો મત છે.

અન્ય સમાચારો પણ છે...