તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News More Than Rs 5 Crores Have Been Allocated For Cattle Feed Factory In Kutch 030110

કચ્છમાં પશુ દાણ ફેકટરી માટે વધુ 5 કરોડ રૂપિયા ફાળવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદ્રાણીમાં પશુ દાણ ફેકટરીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ 4થી જાન્યુઆરીના વધુ 5 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જે પ્લાન્ટ કાર્યરત થતા જ પશુઓને એક જ સમતોલ આહારથી પોષણ પૂરું પાડી આરોગ્ય સુધારી શકાશે અને દુધનું ઉત્પાદન પણ વધારી શકાશે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હાલની અછતની પરિસ્થિતિમાં જિલ્લાના પશુપાલકો માટે ખૂબ જ અગત્યના એવા કેટલ ફિડ એટલે કે પશુ દાણ ફેકટરી પ્લાન્ટ માટે મુખ્યમંત્રીએ વધુ 5 કરોડ રૂપિયાનો ચેક સરકારી સહાય રૂપે આપ્યો હતો. જે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈને અર્પણ કરાયો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે પશુપાલકો દુધાળા ઢોરોને લીલો, સૂકો, ભૂસો, ખળ જેવા અલગ અલગ આહાર આપતા હોય છે, જેથી પશુઓનો સ્વાસ્થ્ય જળવાઈ રહે અને વધુને વધુ દુધ આપતા થાય. પશુ દાણ એ એક એવી પદ્ધતિ છે, જેમાં એક જ આહારમાં તમામ પોષ્ટિક આહારના તત્ત્વો હોય છ, જેથી તેને સમતોલ પશુઆહાર પણ કહે છે. જે ખોરાક કચ્છ સિવાયના વિસ્તારોમાં ચલણમાં છે, પરંતુ કચ્છમાં નથી. જો એક વખત પશુને એ ખોરાકની ટેવ પડી જાય તો પશુપાલકોને ખૂબ જ સસ્તો પડશે. વળી તેનો પોષણ મૂલ્ય પણ વધુ હોય છે, જેથી એકંદરે ફાયદાકારક સિદ્ધ થશે. ચાંદ્રાણીમાં પશુ દાણ ફેકટરીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ 4થી જાન્યુઆરીના વધુ 5 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

કેટલ ફિડ શું છે ω?
પશુઓને ખોરાકમાંથી દૈનિક પ્રોટિન, કાર્બોહાઈડ્રેડ, મિનરલ, ફેટ વગેરે પોષક તત્ત્વો કેટલા ટકા મળવા જોઈએ તેનું પ્રમાણ નક્કી કરીને ચારા, કઠોળ સહિતની વનસ્પતિઓમાંથી સમતોલ આહાર બનાવવામાં આવે છે. જે સુપાચ્ય હોય છે.

અન્ય સમાચારો પણ છે...