તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાના કપાયા પાસે બાઈકની હડફેટે નાની બાળકી ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા-તાલુકા ધૂમ સ્ટાયલ બાઈકો હંકારતા યુવાનોનો રાફડો ફાટ્યો છે ત્યારે નાના કપાયા મુકામે બાઈકની ટક્કરથી એક માસુમ બાળકી ઘવાતા રોષ ફેલાયો હતો. શુક્રવારે સાંજે નાના કપાયા મુકામે એક અજાણ્યો બાઈક ચાલક વિદ્યાબેન કિશોરભાઈ સોલંકી (ઉ.વ.5 રહે નાના કપાયા)ને ટક્કર મારી પલાયન થઇ ગયો હતો.ઘટનાને પગલે બાળકીને પ્રથમ સીએચસી બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવી હતી.બનાવ બાદ ઘટના સ્થળે જમા થયેલા ટોળામાં આડેધડ બાઈક ચલાવતા ચાલકો વિરુદ્ધ રોષની લાગણી જોવા મળી હતી.મુન્દ્રા પોલીસે અજાણ્યા ચાલક અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...