તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mundra News Meeting With The Family Of A 3 Year Old Child Displaced In Mundra 032145

મુન્દ્રામાં વિખૂટા પડેલા 3વર્ષ ના બાળકનું પરિવાર સાથે મિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રામાં માતા-પિતાથી વિખૂટા પડી ગયેલા બાળકનું જન સેવા સંસ્થા અને પોલીસની મદદથી પરિવાર સાથે મિલન કરાવાયું હતું.

ડાક બંગલા પાસે શુક્રવારે બપોરે 3 વર્ષનું આ બાળક વાલજી ગઢવી, કરસન ગઢવી અને ઉંમર વાઘેરને નજરે ચડતાં મા બાપને શોધવા વિવિધ વિસ્તારોમાં નીકળ્યા હતા પણ કોઇ ભાળ ન મળતાં છેલ્લે મુન્દ્રા પોલીસને બાળક સોંપાયો હતો. દરમિયાન કિરણગિરી ગોસ્વામીએ જન સેવાની હેલ્પલાઇન પર ફોન કરતા સંસ્થાના રાજ સંઘવી પોલીસ મથકે પહોંચ્યા હતા. સંસ્થા દ્વારા બાળકની તસ્વીર સોશિયલ મીડિયામાં મુકતા 15 મિનિટમાં જ પિતા ફારૂક ચાકી પોલીસ મથક પહોંચ્યો હતો.પી આઈ એમ. એન. ચૌહાણની ઉપસ્થિતિ માં રાઇટર નારાણભાઈ રાઠોડ, એ એસ આઈ ગીતાબેન મહેશ્વરી, રવજી આહિર વિગેરે આ સેવા કાર્યમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...