તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવાપરમાં અેસીડ ગટગટાવી યુવાને જીવન લીલા સંકેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના રવાપર ગામે રહેતા યુવાને ગામમાં આવેલી યોગેશ્વર હોટલ આગળ રવિવારે સાંજે કોઇ અગમ્ય કારણોસર બેટરીમાં નાખવાનું એસીડ પી લેતાં તેને ગંભીર અસર તળે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યા સારવાર દરમિયાન મોડી રાત્રે અાખરી દમ લીધો હતો. રવાપર ગામે રહેતા જકરીયા જાકબ લુહાર (ઉ.વ.40)નામના યુવકે રવિવારે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર બેટરીમાં નાખવાનું એસીડવાળું પાણી પી લઇ આપઘાત કરી લીધો હતો. જેને પ્રથમ સારવાર માટે નખત્રાણા સરકારી દવાખાનામાં ખસેડ્યા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાતા જ્યા સારવાર દરમિયાન રાત્રીના એક વાગ્યાના સમય ગાળા દરમિયાન આંખો મીચી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...