તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડા(ચ)ના વૃધ્ધાએ સૈનિક કલ્યાણ માટે 10 લાખ આપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની રક્ષા માટે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કઠિન સ્થિતિ વચ્ચે ફરજ બજાવતા સૈનિકો અને શહીદોના પરિવારો પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા ભુજ તાલુકાના કોટડા (ચકાર)ના વયોવૃધ્ધ મહિલાએ જીવનભર કરેલી બચતમાંથી 10 લાખ રૂપિયા સૈનિક કલ્યાણ માટે આપ્યા હતા. કચ્છમાં પ્રથમવાર આટલી મોટી રકમનું દાન જવાનો માટે મળ્યું હતું.

કોટડા(ચ)માં રહેતાં વિમલાબેન એ. અત્તેવારે અનેરો રાષ્ટ્ર પ્રેમ દર્શાવીને ભુજની સૈનિક કલ્યાણ કચેરી માટે 10 લાખ રૂપિયાનો ચેક કલેક્ટર રેમ્યા મોહનને આપ્યો હતો. દેશ ભક્તિના આ ઉમદા કાર્ય બદલ કલેક્ટરે તેમનો આભાર વ્યક્ત કરતાં કચ્છના અન્ય દાતાઓ પણ રાષ્ટ્રભક્તિના આ કાર્યમાં સહયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.

જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના અધિકારી અને પીઆઇ હરેશ ઠાકર તેમજ અશોકસિંહ ઝાલાએ કોટડા ગામે દાતાની રૂબરૂ મુલાકાત લઇને આભાર વ્યક્ત કર્યો હતો તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વૃધ્ધા તબીબ દંપતીના છે અને સાથે રહીને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિષયક સેવાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...