તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડલા પોર્ટ લોકોની રાતીપાઇ પણ છોડતી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ લોકોની રાતીપાઇ પણ છોડતી નથી
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મહારાવ દ્વારા આપવામાં આવેલી જમીન પર લાખો રૂપિયા રળતી કેપીટી નિયમના અર્થઘટન હેઠળ લોકોને હેરાન કરવામાં કોઇ પાછીપાની કરતી નથી. એક પછી એક ક્વેરી કાઢીને પણ લોકોને પરેશાન કરીને નિયમના બહાના હેઠળ જે તે બાબતે પૈસા ભરવા માટે બાંધછોડ કરતી નથી. કેપીટી જ્યારે પૈસા લેવાના હોય ત્યારે કોઇ બાંધછોડ કરતી નથી જ્યારે આજે પૈસા ભરવાના આવ્યા ત્યારે કેમ હાથ પાછા ખેંચી રહી છે તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

ભવન લોકોની સુવિધા માટે બનાવાઇ રહ્યો છે
પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ જે રકમ ભરવાની આવી છે તે અંગે એવી દલીલ કરવામાં આવી રહી છે કે, આ ભવન લોકોની સુવિધા માટે બનાવવામાં આવી રહ્યો છે. જેથી કંડલા પોર્ટ પાસે પૈસા લઇ શકાય નહીં. આ અંગે પત્ર વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. હવેજોવું એ રહ્યું કે, આ બાબતનો નિવેડો ક્યારે આવે છે.

અન્ય સમાચારો પણ છે...