તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડલા પોર્ટમાં કાચા કામદારોને ન્યાય આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓના મજુર વિરોધી અન્યાયકારી વલણ સામે ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. કાચા કામદારોના શોષણના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાચા કામદારો વર્ષોથી કામ કરી રહ્યા છે જેની સંખ્યા 136 હતી તેની 120 હાલ રહી છે તેવો દાવો કર્યો છે.

લેબર ટ્રસ્ટીઓ મનોહર બેલાણી, એલ. સત્યનારાયણે આ કામદારોને સામાજિક સુરક્ષા, આંતરગ્રહ કેટલાક લાભો આપવા માગણી અને પ્રયત્નો કર્યા હતા જેના પરીણામે બોર્ડે ઓફ ટ્રસ્ટીએ 5-10-18ની મીટીંગમાં નવી પેન્શન સ્કીમ ગ્રૂપ ઇન્સ્યોરન્સ, તબીબી સવલત, રજા વગેરે નિર્ણય લીધા છે. આ નિર્ણય અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા પગલા ભરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક કામદારોને તેમની ઉંમર કાચા કામદાર તરીકે 60 વર્ષ થતા કામ પર લેવાની મનાઇ કરી છે. દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓના મજુર વિરોધી તથા અન્યાયકારી વલણ સામે યુનિયન દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે. જે કાચા કામદારોની ફરજ દરમિયાન મૃત્યુ થાય તો તેમના કુટુંબને યોગ્ય વળતર અપાવવા પ્રયત્ન કર્યા છે તેમ યુનિયનના મહામંત્રી બેલાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...