તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાનુ... જાનુ... કહી છેડતી કરનાર PSIએ નશામાં કૂદકો મારતાં ફ્રેક્ચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના હેડ કવાટર્સ કૈદી પાર્ટીમાં ફરજ બજાવતો પોસઇ વી.બી.વસાવા તેના સાથીદાર સાથે સર્કીટ હાઉસ માં રોકાયો હતો.આ સર્કીટ હાઉસનો રૂમ મામલતદાર કચેરી બાજુ હતો. રૂમમાં પોસઇ વસાવા અને તેનો સાથીદાર દારુ પીને છાકટા બન્યા હતા. નશામાં ચૂર બનેલા પોસઇ વી.બી.વસાવા અને સાથીદારે ઓસરીના ભાગે ઉભા રહી ને મામલતદાર કચેરીમાં આવતી મહિલા અરજદારને ઓ જાનુ કહીને છેડતી કરતાં મહિલા છંછેડાઇ હતી. મહિલા ઉપર જઇને ઉગ્ર બોલાચાલી કરતાં ટોળાં વળ્યા હતા. લોકટોળા દેખીને પોસઇ વસાવા અને તેનો સાથીદારે પ્રથમ મજલેથી કુદકો માર્યો હતો. મીત્ર ભાગી જવામાં સફળ રહ્યો હતો. જયારે પોસઇનો પગ તુટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...