તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારામાં જામ હમીરજીની પુણ્યતિથિ ઉજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારામાં લાખિયારવિયરાના રાજવી જામ હમીરજીની પુણ્યતિથિ પ્રસંગે ચૈત્ર સુદ સાતમના રોજ પૂજન-હવન સહિતના કાર્યક્રમ યોજાયા હતા. અધ્યક્ષસ્થાનેથી તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, અાડેસર ઠાકોર, સાંભરાઇ ઠાકોર, બારા તિલાટ સહિતના મંચસ્થોઅે પ્રાસંગિકમાં જણાવ્યું કે, અાવનારાં વર્ષોમાં અા સ્થળના વિકાસ માટે તમામે અેકમંચ થઇને કામ કરવું પડશે. તેમણે તમામ ભાયાતોને અા પ્રસંગે ભવિષ્યમાં પણ અચૂક હાજર રહેવાનું અાહ્વાન કર્યું હતું. ધ્રુવરાજસિંહ જાડેજાઅે 513 વર્ષ જૂના ગૌરવવંતા ઇતિહાસનો ચિતાર અાપ્યો હતો. અા પ્રસંગે 226થી વધુ ગામોના ભાયાતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અાયોજન વ્યવસ્થામાં બારા ભાયાતો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...