તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષમાં 28090 વાહનમાં નંબરપ્લેટ લગાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા વાહનોમાં એચએસઆરપીની નંબર પ્લેટ લગાવવા માટે એક વર્ષથી વધુ સમયથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ટુ વ્હીલરથી લઇને મોટા વાહનોમાં નવી નંબર પ્લેટ નાખવા માટે જુદા જુદા વિસ્તારોમાં કંપનીને એજન્સી પણ આપવામાં આવી છે. પૂર્વ કચ્છ વિસ્તારમાં જોવામાં આવે તો વર્તમાન વર્ષમાં 28090 વાહનોમાં નંબર પ્લેટ નવી નાખવામાં આવ્યાનો અંદાજ છે. હજુ પણ 30 ટકા વાહનોમાં આ નવી નંબર પ્લેટ નાખવામાં આવી ન હોવાની ગણતરી છે. એક વર્ષમાં સમયાંતરે નંબર પ્લેટ બદલાવવાની મુદ્દતમાં વધારો થતો રહ્યો હતો. લોક ઉમળકાના અભાવે સરકારને મુદ્દત વધારવાની ફરજ પડી હતી. તાજેતરમાં પણ હવે 31મી જાન્યુઆરી સુધી મુદ્દત લંબાવવામાં આવી હોવાની વિગત મળી રહી છે.

દેશભરમાં એચએસઆરપીની નંબર પ્લેટ લગાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. અંદાજે દોઢ વર્ષથી વધુ સમય પહેલા આ નિર્ણય લેવામાં આવ્યા પછી તબક્કાવાર જુદા જુદા રાજ્યોમાં સૂચના આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ વિસ્તારમાં એઆરટીઓની કચેરી પર પણ વાહનમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે રાજકોટની કોઇ એજન્સીને સોંપવામાં આવેલી કામગીરી અંતર્ગત કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ જાણકારોના મત મુજબ ત્રણથી ચાર વખત મુદ્દત વધારવામાં આવીહતી. નવી નંબર પ્લેટ નાખવા માટે વાહન ચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો જેને લીધે પણ જોઇએ તેવી કામગીરી થઇ શકી ન હતી. દરમિયાન આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ એક વર્ષમાં જુના વાહનોમાં 26251 અને નવા વાહનોમાં 1839 મળી કુલ 28090 વાહનોમાં નંબર પ્લેટ ગાંધીધામ ઓફિસ દ્વારા નાખવામાં આવી છે.

ગરજના ભાવ : અગાઉ પૈસા વધુ લેવાતા હતા
વખતો વખત મુદ્દત વધારવાની ફરજ પડી તે પહેલા સંબંધિત એજન્સીને કામ આપવામાં આવ્યું ત્યારે કેટલાક સંજોગોમાં ગરજના ભાવ રૂપે વધુ પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી. ત્યાર બાદ અન્ય એજન્સીઓને પણ કામ ગાંધીધામમાં આપવામાં આવ્યું હતું. હાલ સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ ઓનલાઇન અરજી કરવામાં આવ્યા પછી નિયત કરેલ ધારાધોરણ મુજબ નંબર પ્લેટ બદલી આપવા માટે ચાર્જ લેવામાં આવે છે. આરટીઓ કચેરીએ રોજેરોજ હજુ પણ ભીડ જોવા મળી રહી છે.

સોસાયટી કે મહોલ્લા માટે પણ વ્યવસ્થા થઇ છે
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ જો કોઇ સોસાયટી કે મહોલ્લાવાળા નક્કી કરીને સમય નિશ્ચિત કરે તો તેના વાહનોમાં નંબર પ્લેટ બદલાવવા માટે કાર્યવાહી થાય છે અને તેના ચાર્જ અલગથી લેવાના થાય છે. અલબત, ગાંધીધામમાં આવી કોઇ જગ્યાએ વ્યવસ્થા થઇ હોય તેવું જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...