તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News In The Case Of Check Bounce The Accused Has Been Sentenced To One Year39s Imprisonment A Fine Of Five Thousand Rupees 021509

ચેક બાઉન્સના કેસમાં આરોપીને એક વર્ષની સજા, 5 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ અધિક ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ અદાલતનમાં ફરિયાદી તરફે ચેક બાઉન્સ અંગે દાદ મંગાતા નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ બે વર્ષ જૂનો કેસ ચાલી જતા 2,10,000ની રકમના ચેક બાઉન્સ થવાના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને 5 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

બનાવની વિગત મુજબ ભુજના ફરિયાદી અંકિતકુમાર ચીમનલાલ ઠકકરે તેમના કૌટુબીક માસા ધીરજલાલ ભચુલાલ ઠકકરને આર્થિક તંગ અને ઘરમાં પ્રસંગ હોવાના નાતે હાથ ઉછીના 2,10,000 રૂપિયા આપ્યા હતા. તે રકમ ચુકવણી કરવા સબબે ધીરજલાલે ફરિયાદીને નામજોગ એક્સીસ બેન્ક ભુજ શાખાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ ચેક જમા કરાવતાં અપુરતી બેલેન્સના કારણે ચેક બાઉન્સ થયો હતો. જેથી ફરિયાદીએ પોતાના વકિલ મારફતે આરોપીને લીગલ નોટીસ આપી હતી જે ફરિયાદીએ સ્વીકારવાની ના પાડતાં નોટીસ પરત ફરતાં ફરિયાદીએ પોતાના વકિલ રાજેન્દ્રભાઇ બી સેજપાલ મારફતે આરોપી વિરૂધ ચેક બાઉન્સનો કેસ ભુજની કોર્ટમાં દાખલ કરાવ્યો હતો.

જે કેસ ચાલી જતાં ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટએ આરોપી આરોપીને ગુનેગાર ઠરાવીને એક વર્ષની સાદી કેદ તથા 5 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.અને જો દંડની રકમ ન ભરે તો, એક માસ વધુ કેદની સજા ભોગવી તેવો હુકમ કર્યો હતો આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ આર બી સેજપાલ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...