તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘપર(કુંભારડી)માં 26 હજાર રોકડ સાથે 9 ખેલી પકડી પડાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના મેઘપર કુંભારડીખાતે આવેલા આદિત્ય નગરમાં ચાર મહિલાઓ સહિત જુગાર રમી રહેલા નવ ખેલીઓને પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડા દરમિયાન રૂ.26,160 રોકડ રકમ સાથે ઝડપી લઇ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે અંજાર પોલીસ મથકના પીઆઇ એચ.એલ.રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે, અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મેઘપર કુંભારડી ખાતે આવેલા આદિત્યનગરમાં મહીલાઓ સહિત ખેલીઓ ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે.

આ બાતમીના આધારે આદિત્યનગરમાં મહિલા પોલીસને સાથે રાખી દરોડો પાડતાંતે સ્થળે જુગાર રમી રહેલા ચાર મહિલાઓ સહિત નવ ખેલીઓને રૂ.26,160 ની રોકડરકમ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે હેડકોન્સટેબલ રાજુભા ઝાલા, જયુભા જાડેજા, કોન્સટેબલ દિગ્વિજયસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા,ગૌતમ સોલંકી, મહિપતસિંહ ચુડાસમા તથા મહિલા કોન્સટેબલ રંજનબેન રાવલ જોડાયા હતા.

જુગાર રમતા પકડાયેલા શકુનિશિષ્યોની યાદી
(1).જેઠાલાલ મેઘજીભાઇ મહેશ્વરી, ઉ.વ.42 રહે. ગાંધીધામ

(2).રાયમલ મુરજીભાઇ મહેશ્વરી,ઉ.વ.50 રહે. ગાંધીધામ

(3). કાનજી ખેરાજભાઇ માતંગ,ઉ.વ.52 રહે. ગાંધીધામ

(4). હરિભાઇ નાનજીભાઇ મહેશ્વરી,ઉ.વ.45 રહે.ગાંધીધામ

(5). દેવાભાઇ પચાણભાઇ મહેશ્વરી,ઉ.વ.29 રહે.ગાંધીધામ

(6). કાંતાબેન અશોકભાઇ શર્મા,ઉ.વ.52 રહે.આદિપુર

(7). મંજુલાબેન રાજેશ ઉર્ફે રમેશ મહેશ્વરી,ઉ.વ.40 રહે.ગાંધીધામ

(8). રાખીબેન સમ્પીંગભાઇ આહિર, ઉ.વ.45 રહે.ગાંધીધામ

(9). પુજાબેન નિલેશભાઇ ગોહિલ, ઉ.વ.43 રહે.આદિપુર

અન્ય સમાચારો પણ છે...