તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં એટીએમમાંથી બે હજારની નોટ સાંધેલી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીની બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી એક ગ્રાહકને બે હજાર રૂપિયાની કરન્સી નોટ સાંધેલી નીકળતાં તેણે બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કર્યો હતો. તે સમયે મેનેજરે તેમની જવાબદારી ન હોવાનું કહીને હાથ ઉંચા કરી દીધા હતા પણ શુક્રવારે આ મુદ્દે થયેલી રકઝકના અંતે 22 દિવસે આ નોટ બદલી અપાઇ હતી.

સિટી સેન્ટર કોમ્પલેક્સમાં બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી તા. 13 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાના અરસામાં અજય અસોડિયાએ 10 હજાર રૂપિયાનો ઉપાડ કર્યો હતો જેમાં તેમને 2 હજારના દરની 5 નોટ મળી હતી પણ તે પૈકીની એક નોટ સાંધા વાળી હોતાં પ્રથમ તેણે ગાર્ડને વાકેફ કર્યા હતા અને બીજા દિવસે મેનેજરનું આ અંગે ધ્યાન દોરીને નોટ બદલી આપવા જણાવ્યું હતું. આ તકે મેનેજરે કરન્સીના ઇન્સ્ટોલેશનની જવાબદારી કોઇ ચોક્કસ એજન્સીની છે અને નોટ પણ એ જ એજન્સી બદલી આપશે તેમ કહીને એજન્સીના જવાબદારો જ્યારે આવશે ત્યારે જાણ કરશું તેવો જવાબ આપ્યો હતો. ગુરૂવારે એજન્સીના જવાબદારો આવ્યા હોવા છતાં અરજદારને તેની જાણ કરાઇ ન હતી પણ ગ્રાહકને આ વાતની ખબર પડી જતાં તે શુક્રવારે ફરી બેન્કમાં પહોંચ્યો હતો અને ધારદાર રજૂઆત કરતાં 22 દિવસ બાદ મેનેજરે સાંધાવાળી નોટ બદલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...