તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં 97051 ખેડૂતોએ કૃષિ ઈનપુટની સહાય માટે અરજી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તે છે, જેથી 2 હેકટરની મર્યાદામાં ખેડૂતોને કૃષિ ઈનપુટની સહાય આપવામાં આવશે, જેમાં હજુ સુધી 97051 અરજીઓ આવી છે. હજુ 2 દિવસ સુધી અરજીઓ સ્વીકારવાની કાર્યવાહી ચાલશે, જેથી લાભાર્થીઓની સંખ્યા વધી શકે છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તમામ અરજીઓનો ઝડપથી નિકાલ થઈ શકે અને સરળ મોનિટરિંગ કરી શકાય તેવા હેતુથી ચૂકવણા અંગે વેબસાઈટ બનાવવામાં આવી છે. એ ઉપરાંત તલાટી અને ગ્રામ સેવક યુનિયન દ્વારા 12 અને 13મી જાન્યુઆરીની રજાઓમાં પણ અરજી સ્વીકારવામાં આવી હતી, જેથી આજ દિવસ સુધી જિલ્લામાંથી 97051 અરજીઓ આવી ગઈ છે. હજુ મકર સંક્રાંતિની રજામાં અરજી કરી શકાશે અને છેલ્લી 15મી જાન્યુઆરીના અરજી કરી શકાશે.

28.86 લાખ ઓન લાઈન પેમેન્ટ
અબડાસા તાલુકામાં 236628, અંજાર તાલુકામાં 2141744, ગાંધીધામ તાલુકામાં 53090, માંડવી તાલુકામાં 146608, મુન્દ્રા તાલુકામાં 308287 રૂપિયા મળીને કુલ 2886357 રૂપિયાનું ઓન લાઈન ચૂકવણું કરવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...