તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Godhara News In Kalol Taluka Of Panchmahal39s Ration Shop For The Food For The Poor 062624

પંચમહાલની રેશનીંગની દુકાનનામાં ગરીબો માટેના અનાજ માટે કાલોલ તાલુકામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલની રેશનીંગની દુકાનનામાં ગરીબો માટેના અનાજ માટે કાલોલ તાલુકામાં બે ગોડાઉન બનાવ્યા છે. પુરવઠા નિગમ દ્વારા નીયુકત કરેલી એજન્સીએ કાલોલ તાલુકાના ગોડાઉનનું ઓડિટ 31 માર્ચ 2019 ના રોજ ઓડિટ કર્યું હતું. જેમાં કાલોલ તાલુકાના બે ગાડાઉનના અનાજ ભૌતીક ચકાસણી કરવામાં આવતાં 31 માર્ચના સ્ટોક પત્રક અને 31 માર્ચ સુઘીના અનાજના જથ્થાની તપાસ કરતાં ઘઉંના 13776 બોરી તથા ચોખાની 2623 બોરીઓની ઘટ આવી છે.16500 જેટલી અનાજની બોરીઓ ગાયબ થતા ગાંધીનગર પુરવઠા નિગમ સુધી અંબા પડ્યુ છેે ઘઉં અને ચોખાની 16500 બોરીઓ ગાયબ થતાં કાલોલ ગોડાઉનના મેનેજરને ગોડાઉનના લેબર કોન્ટ્રાકટર દ્વારા સમગ્ર અનાજનો જથ્થો સગેવગે કર્યો હોવાની આંશકા જતાઇ હતી. ત્યારે કાલોલના ગોડાઉનમાંથી બજાર ભાવ મુજબ 1.56 કરોડ જેટલો અનાજની ચોરી થઇ હોવાની આંશકા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...