તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Naliya News If The Fishermen Do Not Go Away In The Sea They Should Be Informed Immediately 032011

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માછીમારોને સમુદ્રમાં દૂર ન જવું હિલચાલ દેખાય તો તૂરંત જાણ કરવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા યુધ્ધ જેવા માહોલને પગલે જખૌના માછીમારોને દરિયામાં દૂર સુધી ન જવા અને શંકાસ્પદ હીલચાલ દેખાય તો તુરંત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા તાકીદ કરાઇ છે.

સરહદે સર્જાયેલી તંગ સ્થિતિના પગલે દિવ્ય ભાસ્કરે અબડાસા તાલુકાના જખૌ ગામની મુલાકાત લીધી ત્યારે જન જીવન રાબેતા મુજબ ધબકતું જોવા મળ્યું હતું. તમારૂં ગામ સમુદ્રી સરહદ પર છે ત્યારે કોસ્ટગાર્ડ, મરિન પોલીસ કે બીએસએફ દ્વારા કાંલ જાણ કરાઇ છે કે કેમ તેમ પૂછતાં કેટલાક અગ્રણીઓએ જણાવ્યું હતું કે, લોકો આજે પણ પહેલાની જેમ સવારે ટિફિન લઇને કામ પર નીકળી જાય છે.

બીજી બાજુ માછીમારોએ જણાવ્યું હતું કે, તેમને સુરક્ષા એજન્સીઓ દ્વારા પાંચથી સાત કિલોમીટરના નજીકના વિસ્તારમાં માછીમારી કરવા જણાવાયું છે. આ ઉપરાંત કોઇ શંકાસ્પદ હીલચાલ જણાય તો તાત્કાલિક કોસ્ટગાર્ડ, બીએસએફ કે મરિન પોલીસને જાણ કરવા સુચના અપાઇ છે.

સાગરમા હોઇએ ત્યારે દિવસમાં એકવાર પરિવાર અને માલિક સાથે ટેલિફોનિક સંપર્ક કરવા સલાહ અપાઇ છે. જખૌની મરિન પોલીસ ચોકીની મુલાકાત લેતાં પહેલાં કરતાં વધારે અને પૂરતો પોલીસ સ્ટાફ અધિકારી સાથે જોવા મળ્યો હતો. મરિન પોલીસે પણ 24 કલાક પેટ્રોલિંગ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો