તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HIV ગ્રસ્ત લગ્ન ઉત્સુકોનો પસંદગી મેળો યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઇવી સંગઠનના ઉપક્રમે 27/1, રવિવારના રોજ હજીરાના રિલાયન્સ એઆરટી સેન્ટર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોના એચઆઇવી પોઝિટિવ લગ્નોત્સુકોના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. સવારે 9 કલાકથી યોજાનારા મેળામાં ભાગ લેવા માટે જિલ્લાના લગ્નોત્સુક યુવક-યુવતીઓ જીએસએનપી પ્લસની વેબસાઇટ તથા ફેસબુક પેજ પર આપેલી લિંક મારફતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. જીએસએનપી પ્લસ દ્વારા માત્ર લગ્નોત્સુક યુવતીઓને આવવા-જવાનું મુસાફરી ભાડું ચૂકવવામાં આવશે. વધુ માહિતી માટે મોબા. 96625 15352 તેમજ રસિક ભુવા મોબા. 99090 64854 પર સંપર્ક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...