તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુંદાલાના પેટ્રોલપંપ માલીક સાથે 3 શખસોઅે કરી 40 લાખની ઠગાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ પાસે આવેલ એક પેટ્રોલપંપના માલિક સાથે તેમના જ પંપમાં ફરજ બજાવતા 3 શખસોએ 40 લાખની ઠગાઇ કરી જાતિ અપમાનીત કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે ચડતાં તપાસનો દોર આરંભાયો છે.

2013થી 25 ડિસેમ્બર 2018 સુધીના સમયમાં આ ઠગાઇના બનાવને અંજામ અપાયાનું મુન્દ્રા મરીન પોલીસ મથકે નોંધાવાયેલી ફરીયાદમાં ફરીયાદી કાન્તાબેન ભવાનજી નાગજી મહેશ્વરીએ જણાવ્યું હતું. 3 આરોપી પૈકી જયશ્રી પ્રવિણ કાપડીએ પેટ્રોલપંપની જમીન ભારત પેટ્રોલિયમ કંપનીને 30 વર્ષની લીઝ પર આપી તેના પર 40 લાખની લોન લઇ છેતરપીંડી કરી હતી.

જયારે પંપમાં મેનેજર તરીકે કામ કરતા નકુલ પ્રવિણ કાપડીએ ફરીયાદી અેવા પંપ માલિકની ખોટી સહી લઇ ખોટા હિસાબો દર્શાવી મોટી રકમની ઉચાપત કરી હોવાનુ઼ ફરિયાદમાં લખાવાયું છે.

તો હિસાબ બાબતે જ નકુલ તેમજ પ્રવિણ માવજી કાપડીએ જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ અપમાનીત કર્યા હતા. ઘટના અંગે મરીન પોલીસે આગળની તપાસ આદરી છે.

સમાધાન ન થતાં અંતે મામલો પોલીસમાં પહોંચ્યો
ફરિયાદી કાન્તાબેને જણાવ્યું કે તેમના અને પ્રવિણ કાપડીના પરિવાર વચ્ચે સારા સબંધ હોતાં સમાધાનના પ્રયાસ કરાયા હતા. સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી પણ તેમાં કોઇ સમજુતી ન સાધી શકાતાં અંતે આખોય મામલો પોલીસમાં પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...