તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Grant Of 10112 Teachers39 Establishment In 1716 Elementary Schools Of Kutch 021133

કચ્છની 1716 પ્રાથમિક શાળામાં 10112 શિક્ષકોનું મહેકમ મંજુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લાની 1716 પ્રાથમિક શાળાઓમાં 2018ની 31મી ઓગષ્ટની સ્થિતિએ ધોરણ 1થી 5માં 5645 અને ધોરણ 6થી 8માં 4467 શિક્ષકો મળીને કુલ 10112 શિક્ષકોના મહેકમને મંજુરી મળી છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે 2જી જાન્યુઆરીના તમામ ટી.પી.ઈ.ઓ.ને જિલ્લા પંચાયત કચેરીની શિક્ષણ શાખાના કચેરી આદેશ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને 2018ની 31મી ઓગષ્ટની સ્થિતિએ નોંધાયેલા વિદ્યાર્થી સંખ્યાની ગણતરી કરીને મળવાપાત્ર શિક્ષકોની વિગતો મોકલવામાં આવી હતી, જેથી નિયામકના 2018ની 25મી સપ્ટેમ્બરના પત્રથી રજુ કરાયેલી આંકડાકીય વિગતો પૈકી કચ્છ જિલ્લાની 78 શાળાઓની આકસ્મિક ચકાસણી કરાઈ હતી, જેમાં ચકાસણી બાદ મળેલી વિગતો ટી.પી.ઈ.ઓ. પાસેથી ચકાસણી કરાવી જો સેટઅપમાં ફેરફાર હોય તો સેટઅપ આંકડામાં ફેરફાર કરી મોકલી આપવા જણાવ્યું હતું. ત્યારબાદ ટી.પી.ઈ.ઓ.ની માહિતીના આધારે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ માટેનું પ્રાથમિક શિક્ષકોનું મહેકમ નિયામક દ્વાર મંજુર કરવામાં આવ્યું છે, જેથી શૈક્ષણિક વર્ષ 2018/19 માટે નવેસરથી તાલુકાવાર કુલ શિક્ષકોની જગ્યાઓ મંજુર કરવામાં આવે છે.

તાલુકા મુજબ સંખ્યા
તાલુકો 1થી 5 6થી 8 કુલ

ભુજ 1182 845 2027

માંડવી 543 442 985

મુન્દ્રા 360 287 647

નખત્રાણા 528 473 1001

અબડાસા 487 440 927

લખપત 292 263 555

અંજાર 441 320 761

ગાંધીધામ 298 213 511

ભચાઉ 602 470 1072

રાપર 912 714 1626

કુલ 5645 4467 10112

અન્ય સમાચારો પણ છે...