તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢશીશાનાે બુટલેગર 6 જિલ્લામાંથી તડીપાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી સંખ્યાબંધ દારૂના ગુનામાં સંડોવાયેલા અને ફરી પ્રવૃતિ ચાલુ રાખનારા માંડવી તાલુકાના ગઢશીશા ગામના બુટલેગરની તડીપારની દરખાસ્ત મુન્દ્રાના નાયબ કલેકટરે મંજુર કરતાં શુક્રવારે ગઢશીશા પોલીસે આરોપીની અટકાયત કરી કચ્છ સહિત છ જિલ્લાઓમાંથી તડીપાર કરી ભાવનગર ખાતે ધકેલી દીધો છે.દારૂના ગુના કામે અનેક વાર પકડાયેલા ગઢશીશાના કનકસીહ પ્રતાપસીહ જાડેજા (ઉ.વ.35)ને કચ્છ,બનાસકાઠા,પાટણ,મોરબી,સુરેન્દ્રનગર,રાજકોટ એમ કુલ્લે છ જિલ્લામાંથી તડીપાર કરવામા આવ્યો છે. ગઢશીશા પોલીસે હદપારીની દરખાસ્ત કરી ને મોકલી આપી હતી. જે મુન્દ્રાના નાયબ કલેકટરે મંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...