તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરંદા વાયર ચોરી પ્રકરણમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતના બરંદા ગામે આવેલ ગેટકોના સબ સ્ટેશનમાં થયેલ 1.47 લાખના વાયર ચોરીનો ભેદ નારાયણસરોવર પોલીસે શનિવારે જ ઉકેલી નાખી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે રવિવારે પોલીસે વધુ 4 આરોપીઓને પકડી પાડતાં આ પ્રકરણમાં પકડાયેલ કુલ આરોપીઓનો આંકડો 6 પર પહોંચ્યો છે.

બરંદાના 66 કેવી સબ સ્ટેશનમાંથી 1.47 લાખના એલ્યુમિનીયમ વાયરની ચોરીનો બનાવ પોલીસ ચોપડે ચડયા બાદ નારાયણસરોવર પોલીસે હસન કાસમ પઢિયાર અને સોયેબ જબ્બાર જતની ધરપકડ કરી તેમની પછતાછ કરતાં વધુ 4 શખસોના નામ ખુલ્યા હતા. 2 શખસોની કબુલાતના આધારે નારાયણસરોવર પોલીસે સાન્ધ્રોવાંઢના સુલેમાન હાજીનંદા જત, અમાનુલ્લા અબ્દુલ રહીમ જત, અલીમામદ અમીન જત,અને અલ્લારખિયા સલીમ જતને પકડી પાડયા હતા. આ સાથે બરંદા ચોરી પ્રકરણમાં પકડાયેલ આરોપીઓનો કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. આરોપીઓ પાસેથી ચોરીનો મુદામાલ રિકવર કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...