તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mundra News Farmer Of Baraya Village Was Poached After Receiving 130 Lakh Crop Loan 032616

બરાયા ગામના ખેડૂતની જાણબહાર 1.30 લાખનું પાક ધિરાણ ઉપાડી ચાઉં કરી જવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા-તાલુકાના બરાયા ગામના ખેડૂતની જાણ બહાર કોઈ અજાણ્યો ઈસમ તેમની જમીન પરના ખોટા દસ્તાવેજી પુરાવા રજુ કરી 1.30 લાખનું ધિરાણ મેળવી ચાઉં કરી ગયાની ચોંકાવનારી ઘટના સ્થાનિક પોલીસ દફ્તરે નોંધાઈ છે.

બરાયાના ખેડૂત મનુભા જેસરની ફરીયાદને ટાંકીને પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ તેમના માલિકી ભોગવટાની રેવન્યુ સર્વે નં 65 પૈકીની પ્રાગપર-2 સીમમાં આવેલી જમીન જે 91ની સાલથી મહેસુલી રેકર્ડ પર નોંધાયેલી છે.હાલ રાજ્યસરકાર દ્વારા કિસાનો માટે જાહેર કરાયેલ સહાય અનુસંધાને મનુભાએ 7/12ના ઉતારા કઢાવતાં કોઈ અજાણ્યા શખ્સો 21-9-17ના રોજ દેશલપર સેવા સહકારી મંડળીમાંથી બોગસ એકરારનામું બનાવી ભળતી સહીઓ સાથેના દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી સહકારી બેંકમાંથી 1.30 લાખની લોન મેળવી ઉચાપત કરી ગયા હોવાનું દર્શાવ્યું છે.જે અન્વયે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દર્જ કરી તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે. પોલીસે ખેડુતની ફરીયાદ પરથી તપાસ આગળ ધપાવી આરોપીને પકડવા શોધખોળ કરી છે.

અન્ય સમાચારો પણ છે...