તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાકળવર્ષાએ કચ્છમાં સર્જયો ભીનો માહોલ: સવારે છવાયું ધુમ્મસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેજનું પ્રમાણ વધતાં શનિવારે સવારના ભાગે કચ્છના અનેક વિસ્તારોમાં ઝાકળવર્ષાએ ભીનો માહોલ સર્જી દીધો હતો. તો ભુજ સહિતના અન્ય કેટલાક વિસ્તારોમાં ધુમ્મસના પગલે વાતાવરણ આહલાદક બન્યું હતુ઼. ખાસ કરીને બપોર સુધી તો ધુંધળો માહોલ છવાયેલો રહેતાં વાતાવરણમાં ઠંડકના બદલે આંશીક ગરમીની અનુભુતી થઇ હતી. શનિવારે જિલ્લાના તમામ કેન્દ્રોમાં લઘુતમ પારો સરેરાશ 2થી 4 ડિગ્રી જેટલો ઉંચકાયો હતો. ઉંચકાયેલા પારાના કારણે માત્ર મોડી રાતથી વહેલી સવાર સુધી જ ગુલાબી ઠંડીની ચમક અનુભવાઇ હતી. ભુજમાં તો 16.6 ડિગ્રી તાપમાને ઠંડી ગાયબ જ થઇ ગઇ હતી. નલિયામાં 12.3, કંડલા પોર્ટમાં 13.5 અને કંડલા એરપોર્ટ કેન્દ્રમાં 13.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે મહતમ પારો ગગડતાં તાપ ઓછો વર્તાયો હતો. દરમિયાન પહાડી રાજયોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર તળે આગામી સોમવારથી મહતમ પારો ગગડવા સાથે કોલ્ડવેવની સ્થિતી સર્જાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. લઘુતમ પારો 2થી 3 ડિગ્રી સુધી ગગડવાની શકયતા દર્શાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...