તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘રાપરના પીઆઇની કોઇ કાળે બદલી થવા નહિ દઇએ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં લાંબા સમયથી કાયદો વ્યવસ્થા ઉપર પકડ જમાવનારા તેમજ ગ્રીન પોલીસ મથક અને બે બોર વગેરે જેવી કામગીરી કરનારા રાપરના પોલીસ ઇન્સપેક્ટરની બદલી થતાં લોકો પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પીઆઇની કોઇ કાળે બદલી થવા નહિ દઇએ તેમ એકસૂરે જણાવ્યું હતું.

પીઆઇ આર. એલ. રાઠોડ. ની અચાનક બદલી થતા રાપર પોલીસ મથકે શહેરીજનો અને પ્રાગપર ગામના લોકો તેમજ મહિલાઓ દોડી આવ્યા હતા અને પીઆઇની બદલી નહિ થવા દઈએ તેવું એક સુરે જણાવ્યું હતું.નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યો પણ પીઆઇ ની બદલીને ઈરાદા પૂર્વકની ગણાવ હતી.

આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશ ઠક્કર અને મહામંત્રી નિલેશ માલીએ પૂર્વ કચ્છના પોલીસ વડા સમક્ષ બદલી રદ્દ કરવાની માગ કરી હતી.

વેપારીઓ પણ રાપર પોલીસ મથકે એકત્ર થઈ ગયા હતા અને જો પૂર્વ કચ્છ એસપી બદલી નહિ રોકે તો ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરશુ તેમ જણાવ્યું હતું. આ બદલી પાછળ ક્યાંક પૂર્વ કચ્છ એલસીબીની સુદાણા ખાતે કરાયેલી ટ્રેપ પણ કારણભૂત છે તેવું લોકો કહી રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...