તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજાર નજીક ડમ્પર અડફેટે આધેડ રાહદારીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર-મુન્દ્રા રોડ પર પગે ચાલીને જઇ રહેલા 52 વર્ષીય આધેડને પુરપાટ જઇ રહેલા ડમ્પર ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નિપજ્યું હતું.

આ બાબતે મુળ નવસારીના હાલે અંજાર ખાતે સાંઇ હોસ્પીટલ નજીક રહેતા મનોજભાઇ નિરણભાઇ નાયકની ફરીયાદને ટા઼કી પીએસઓ અશોકસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના 52 વર્ષીય પિતાનિરણભાઇ પ્રમોદભાઇ નાયક સવારે અંજાર -મુન્દ્રા રોડ ઉપર આવેલી શામજીભાઇની હોટલ પાસે પગે ચાલીને જઇ રહ્યા હતા તે દરમીયાન ધસમસતા આવી રહેલા જીજે-01- ડીટી- 3246 નંબરના ડમ્પર ચાલકે તેમને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.

અંજાર પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તપાસ હેડકોન્સટેબલ જબ્બરદાન ગઢવી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...