તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજેન્દ્ર પાર્કની દુર્દશા દૂર કરવા માગણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાં નગરપાલિકા દ્વારા રાજેન્દ્ર પાર્કમાં નવીનીકરણના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો. આજે આ બાગની હાલત દયનીય બની ગઇ છે. આદિપુર સિંધી નવજવાન મંડળના મંત્રી મનોહર બેલાણીએ પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યાને લખેલા પત્રમાં જણાવાયું છે કે, હાલ આ પાર્કની હાલત દયનીય બની ગઇ છે. અંધારપટ જોવા મળી રહ્યો છે. બાળકો માટે કોઇ રમત-ગમતના સાધનો પણ નથી. શહેરમાં આવેલા બગીચાની દુર્દશા થઇ ગઇ છે. જેને લીધે લાખો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. ખુટતી કડીઓ તુરંત પૂર્ણ કરીને બગીચામાં લોકઉપયોગી સાધનો અને સુવિધાઓ લોકોને વ્યવસ્થિત રીતે મળી શકે તે માટે વ્યવસ્થા કરવા માટે માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં પાલિકા દ્વારા વિકસાવેલા ગાર્ડનોમાં પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે પરંતુ તેનો હેતુ સાધન સુવિધા થકી પાર પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...