તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી નાગલપરની રસોઇ કરતા દાઝી ગયેલી પરીણીતાનું સારવાર દરમિયાન મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં ગત તા.3/01 ના રસોઇ બનાવતાં દાઝી ગયેલી 34 વર્ષીય મહીલાનું સારવાર દરમિયાન ભુજ ખાતે મૃત્યુ નિપજ્યું હતું.

આ બાબતે પીએસઓ અશોકસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મોટી નાગલપર ખાતે તા.3/01 ના સવારે 10.30 વાગ્યાના આરસામાં 34 વર્ષીય જીતુબેન નવિનભાઇ જોગી દાઝી ગયા હતા જેને પ્રથમ અંજાર સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પીટલ ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમીયાન બપોરે 12.45 વાગ્યાના આરસામાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.આ બનાવની તપાસ હેડકોન્સટેબલ જબ્બરદાન ગઢવી ચલાવી રહ્યા છે.

નેગેટિવ ન્યૂઝ
ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જાણાવું જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...