તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Cycle Competition Tracking Was Organized For 200 Entrepreneurs In Bhuj 021504

ભુજમાં 200 સાહસિકો માટે સાયકલ સ્પર્ધા-ટ્રેકિંગ યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન મહાજન દ્વારા યોજાયેલી સાયકલ સ્પર્ધા તથા ટપકેશ્વરી ટ્રેકિંગમાં સમાજના ૨૦૦ થી વધુ સાહસિકોએ ભાગ લીધો હતો.

સાયકલ સ્પર્ધાનો પ્રારંભ પ્રમુખ અશોક ખંડોલ તથા મંત્રી વાડીલાલ મહેતાના હસ્તે કરાયો હતો. જતીન મોરબીયા, મયંક મહેતા, ધ્રુવ પારેખ, જેનીલ દોશી, પ્રેમ દોશી, અન્ડર 15માં પૂજન પારેખ, પ્રિયાંશ દોશી, ઋષભ બાબરીયા જયારે ગર્લ્સમાં હિના મહેતા, ચાંદની મોરબીયા અને વૃક્ષા મોરબીયા વિજેતા રહ્યા હતા.ટપકેશ્વરીની હરમાળાઓની વચ્ચે સાહસિકોએ ટ્રેકીંગની માજા માણી હતી. ભદ્રેશ દોશી તથા વિનુભાઈ મહેતા, પ્રશાંત તન્ના, માધવ પરમાર, ફત્તેચંદ બાબરીયા, સંદીપ મહેતા, નીતા મહેતા, યુવક મંડળના પ્રમુખ મહેશ મહેતા, નિમુબેન દોશી તથા ટીમનો સહયોગ મળ્યો હોવાનું ચિંતન ખંડોલની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...