તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા માટૅ ગાંધીધામમાં કોંગ્રેસે સેન્સ લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીઓ આડે હવે થોડા મહિના બચ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓમાં તેની લક્ષીને ધમધમાટ શરુ થઈ ગયો છે. કોંગ્રેસના કચ્છ કોંગ્રેસના પ્રભારી સહિતના બે આગેવાનો રવિવારે ગાંધીધામ આવી પહોંચીને સેન્સ લીધી હતી.

કચ્છ જિલ્લાના પ્રભારી હરીભાઈ જોટવા અને ખર્શીદ સૈયદએ રવીવારે ગાંધીધામના સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. જ્યા સ્થાનીક નેતાઓ અને ઉમેદવારો બહોળી સંખ્યામાં પહોંચી આવ્યા હતા અને પોતાની શક્તિપ્રદશન કરવાનો પ્રયાસ કર્યો હતો. આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ કે મહતમ આગેવાનોએ સ્થાનીક સ્તરેથી પ્રતિનીધીત્વ, ઉમેદવારી મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...