તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nakhatrana News Closer Lock In The House At Ruepart Thieves And Home Lapsed Back Empty Handed 030644

રવાપરમાં બંધ મકાનના તાળા તુટયાં: ચોરોઅે ઘર ફંફોળ્યું ખાલી હાથ પાછા ફર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના રવાપર ગામના એક બંધ મકાનના તાળાં તુટવાની ઘટના ઘટી હતી. તાળાં તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ આખા ઘરને ફંફળી નાખ્યું હતુ઼ પણ કોઇ મોટો મુદામાલ ન મળતાં ચોરીનો આ પ્રયાસ વિફળ નિવડયો હતો. ગામમા઼ તાજેતરમાં સોનીની દુકાનમાંથી 10 લાખની ચોરી સહિતના બનાવો બાદ પણ તસ્કરોનું જોર યથાવત રહેતાં ગામમાં ઉચ્ચાટ સાથે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

રવાપરની મંદીર વાળી શેરીમા રહેતા પ્રકાશ મગનલાલ નાકરાણીના મકાનમાં ચોરીનો આ નાકામ પ્રયાસ થયો હતો. પ્રકાશભાઇ તેમના પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. વધુમાં તેમનો પરિવાર લક્ષ્મીપર તરામાં રહેતો હોઇ ઘરણા અને રોકડનું જોખમ તેમણે ઘરમાં રાખ્યું નહોતું. તેમની પાડોશમાં રહેતા શખસે મકાનનું તાળું તુટેલું જણાતા પ્રકાશભાઇને ઘટનાનીી જાણ કરી હતી. આ મકાનમાં ટીવી અને કોમ્પ્યુટર પડેલા હતા પણ તસ્કરોને તેની જરૂર ન હોય તેમ ખાલી હાથ જ પાછા ફરતાં બનાવની સતાવાર રીતે પોલીસ ચોપડે કોઇ નોંધ કરાવવમાં આવી નહોતી.

અન્ય સમાચારો પણ છે...