તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BSFમાં કોન્ટ્રાક્ટ અપાવાના નામે કરોડનો ચુનો લગાડનાર પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા ગોપાલભાઇ ગાગજીભાઇ વરસાણીને તથા સાહેદને BSFમા મોટો કોન્ટ્રાક્ટ અપાવી દેવાના નામે કરોડોનો ચુનો લગાડી જનારા આરોપીને માનકુવા પોલીસે દબોચી લીધો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મુજબના ગત મે 2017 અને ઓગસ્ટ 2017 દરમિયાન આરોપી હિતેશ વેલજીભાઇ પરમાર (ઉ.વ.39) રહે રઘુરાજનગર ભોલેનાથ પેટ્રોલપંપની સામે મીરઝાપરવાળાઓએ તથા તેમના સાગરીતોએ સુખપર ગામે રહેતા ગોપાલભાઇ ગાંગજીભાઇ વરસાણી અને નારાણપર ગામે રહેતા તેમના મિત્રને ટી.વી.રીંપેરીંગના વ્યવસાય માટે સરકારના મોટા કામના ટેન્ડરો પાસ કરાવી આપવાની લાલચ આપીને 1 કરોડ 27 લાખની માતબરની રોકડ રકમની ઠગાઇ કરી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી હિતેશ પરમાર તથા નરેન્દ્ર વેલજી પરમાર (બબુ) રહે-રઘુરાજનગર મીરઝારપર, માઉભા નરપતસિંહ વાઘેરા રહે અંજાર અને ગોપાલસિંહ માઉભા વાઘેલા રહે ખેડોઇ સહિત ચાર જણાઓ સામે માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી આ કેસમાં પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી હિતેશ પરમારની માનકુવા પોલીસે શનિવારે ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...