તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુન્દ્રામાં 100 જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |જિલ્લાભરમાં જ્યારે શિયાળો જોર પકડી રહ્યો છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ટાઢથી રક્ષણ મળે તે માટે હિરેન સાવલાની ટહેલને પગલે ભુજપુરના કલ્પનાબેન કાંતિલાલ શાહ તરફથી 50 તથા નીનાબેન નવીનચંદ્ર શાહ અને પ્રભાબેન મોણશી શાહ બન્ને તરફથી 25-25 એમ કુલ 100 ધાબળા પારસ શાહ અને લખમશી શાહના હસ્તે જનસેવા સંસ્થાને અપાયા હતા. સંસ્થા દ્વારા આ 100 ધાબળાઓ શ્રમિક વસાહતના જરૂરતમંદ લોકોને વહેંચવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિલીપ ગોર, અતુલ પંડ્યા, પ્રવિણ રાઠોડ, પરેશ ઠક્કર, કનુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...