તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News Bhuj Mulund Mundur Gang Chandrababen Narendra Singh Solanki Raoulaji U72 025720

ભુજ : મુળ મુંદરા ગં.સ્વ. ચંદ્રાબા નરેન્દ્રસિંહ સોલંકી(રાઉલજી)(ઉ.વ.72) તે સ્વ.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : મુળ મુંદરા ગં.સ્વ. ચંદ્રાબા નરેન્દ્રસિંહ સોલંકી(રાઉલજી)(ઉ.વ.72) તે સ્વ. નરેન્દ્રસિંહ પુષ્પસિંહ સોલંકી(પી.ડબલ્યુ.ડી.મુંદરા)ના પત્ની, ધર્મેન્દ્રસિંહ(જિલ્લા રજીસ્ટ્રાર સહકાર ખાતુ હાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ)ના માતા, ગીતાબા ધર્મેન્દ્રસિંહના સાસુ, જયદિપસિંહ(આશાપુરા માઇકેમ, બરાયા તા.મુંદરા)ના દાદી તા.7-1 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.10-1 ના સાંજે 4 થી 5 કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર, માતા ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ મધ્યે.

ભુજ : દેવરાજ ગાંગજી સુંઢા(ઉ.વ.79) તે બાબુભાઇ ના પિતા, રોહીત, ધવલ, રીધ્ધિ, ડોલરના દાદા, તારાબેનના સસરા, સ્વ. ખીમઇબેનના પતિ, મંજુલા, સ્વ. હીરૂ, ભચી, ખીમીબેનના પિતા,તા.7-1 ના અવસાન પામ્યા છે. તેમની અંતિમક્રિયા તા.8-1 ના કરવામાં આવશે નિવાસસ્થાન ભુજ ખાતે.

ગાંધીધામ : મુળ ભદ્રેશ્વરના ગં.સ્વ. રતનબેન(ઉ.વ.90) તે સ્વ. વૃજલાલ ઓધવજી ચોથાણીના પત્ની, ગં.સ્વ. ઇંદિરાબેન રૂધનાથ ચોથાણી(અંજાર)ના જેઠાણી, સ્વ. ભવાનજી મોતીરામ અનમના પુત્રી, શાંતિલાલ(ઓમ ડાયમંડ જવેલર્સ ગાંધીધામ), સ્વ.નવીનચંદ્ર, મૃદુલાબેન વિઠ્ઠલદાસ કોડરાણી(અંજાર), કુસુમબેન મહેશકુમાર ગિયાસ્તા(માંડવી), દમયંતિબેન અશોકકુમાર જોબનપુત્રા(નખત્રાણા), સ્વ. વિણાબેન, જયોતિબેન મનસુખભાઇ કોડરાણી(ઉમા જવેલર્સ ગાંધીધામ)ના માતા, જયશ્રીબેન, સ્વ. નિતાબેનના સાસુ, સ્વ.નરોતમભાઇ( અમરાવતી), ધરમશીભાઇ(નાગપુર), સ્વ. સરસ્વતીબેન, સ્વ. અનસુયાબેન, ગં.સ્વ. નિર્મલાબેન(નાગપુર), સ્વ. હેમલતાબેન(શાનુબેન)ના બહેન, રાધિકા જીગરકુમાર હાલાણી, સ્વ. યશના દાદી, હિરેન, નિરવ, નેહા અમિતકુમાર, અભિષેક, ધારા અંકિતકુમાર, માનસી, ટ્વિંકલના નાની તા.7-1 ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા(બંને પક્ષની સાથે) તા.9-1 બુધવારના સાંજે 4 થી 5 ઝુલેલાલ મંદિર, શિવહોટલ પાસે, ગાંધીધામ મધ્યે.

માધાપર(તા.ભુજ) : ચૌહાણ અલીમામદ આધમ(ઉ.વ.75) તે આમદ, અબ્દુલના પિતા, મર્હુમ રમજાન, મર્હુમ સાલેમામદ, દાઉદ, મર્હુમ અબ્દુલશકુરના ભાઇ, સાલેમામદ સુલેમાન(તુબડીવાળા)ના બનેવી, મામદ હુશેન નાયા(ભુજ), રમજાન હાલેપોત્રા(નેરી બન્ની), આધમ કાતિયાર(ખારીરોહર)ના સસરા તા.7-1 ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ જિયારત તા.10-1 ના 10.30 થી 11.30 ગુરૂવારના માધાપર મુસ્લિમ જમાતખાના મધ્યે.

ભુજોડી-વર્ધમાનનગર : રીયા સુરેશભાઇ દોશી(ઉ.વ.16) તે સીમાબેન, સુરેશભાઇ જેમલ દોશીની પુત્રી, ભાગ્યવંતીબેન, કેશવલાલ, હેમલતાબેન, જયંતિલાલ, વિમળાબેન, સ્વ. વાડીલાલ, લીલાવંતીબેન, પ્રદિપભાઇ, દિનેશ, સ્વ. લીલાવંતીબેન, રતનબેનની ભત્રીજી, રાજ, આશિષ, અર્પણ, શરણ, મયુરીની બહેન, જુલી, વંદિતા ચાંદનીની નણંદ, ધાર્મી, વીર, હિવાના ફઇ, શીવાજી નારાયણ શીંદે, ધારવાડની દોહિત્રી,નીતા, ભરત કોઠારીની ભાણેજી તા.6-1 ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર રાખેલ નથી.

બાયઠ(તા.માંડવી) : કાતીયાર આદિલ હુસેન(ઉ.વ.17) તે મોહમદહુશેન કાતીયારના પુત્ર, મર્હુમ હાજી અલીમામદ, હાજી કરીમના પૌત્ર, ગુલામહુશેન, અબ્દુલના ભત્રીજા, તા.7-1ના અવસાન પામ્યા છે. તેમની વાયઝ- જિયારત તા.11-1 ના 10.30 થી 11.30 કલાકે જુમા મસ્જિદ બાયઠ ખાતે.

પીપરી(તા.માંડવી) : સંગાર મઠું ઉકું વાલણી(ઉ.વ.94) તે અમરતલાલ, નેણબાઇ, હીરબાઇ, બાયાબાઇના પિતા, વિરમ, સીવજી, સુરેશ, હરજી, રામજી, રાજેશના દાદા, તા.7-1ના અવસાન પામ્યા છે. તેમની સાદડી તા. 7,8,9,10ના વાડી વિસ્તાર ડોસલવાડી મધ્યે રાખેલ છે.

મોથાળા(તા.અબડાસા) : ખરડ હાલે સુરેન્દ્રનગરના ચુડાસમા શક્તિસિંહ સામતસિંહ(ઉ.વ.40) તે સ્વ. માધુભા, સ્વ. દેવુભા જીલુભા, સ્વ. કેશુભા, જાડેજા ફતેસિંહ માધુભાના જમાઇ,નરવિંનસિંહના બનેવી, ધેર્યરાજના ફુવા તા.7-1 ના અવસાન પામ્યા છે. સસરા પક્ષ તરફથી સાદડી તા.7-1 થી 10-1 સુધી મોથાળા દરબારગઢ ડેલીઅે રાખેલ છે.

તેરા(તા.અબડાસા) : ખત્રી નુરબાઇ જાફર(ઉ.વ.82) તે મ.હુશેન, મ.ફારૂક,મ. અઝીમના માતા તા.7-1 ના અવસાન પામ્યા છે. તેમની વાયેઝ-જિયારત તા.10-1 ગુરૂવારના 11 કલાકે ખત્રી જમાતખાના તેરા મધ્યે.

અન્ય સમાચારો પણ છે...