તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખડીરના ચાંપારમાં ભીલ સમાજે યોજી ક્રિકેટ સ્પર્ધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના ચાંપાર ગામે ભીલ સમાજ દ્વારા મર્યાદિત અોવરની ક્રિકેટ સ્પર્ધાનું અાયોજન કરાયું હતું જેમાં ચાંપાર અે ઇલેવન ચેમ્પિયન બની હતી. ખડીરની ત્રણ અને ભુજની અેક મળી ચાર ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમાઇ હતી.

મેન અોફ ધ સિરિઝ ભગવાન ભીલ, મેન અોફ ધ મેચ તારાચંદ ભીલ જાહેર કરાયા હતા. વિજેતા ટીમના કપ્તાન પૂરજી ભીલને ટ્રોફી અપાઇ હતી. અા પ્રસંગે ભુજ ભીલ સમાજના પ્રમુખ રાજેશભાઇ, ભુરાભાઇ, શામજીભાઇ, ભીમાભાઇ ડાંગર સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. વસરામ ભીલે વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...