તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rapar News Bhahedabharam Is Being Opened In A Liquor Chapter Caught Near A Big Rove 032650

મોટી રવ પાસે પકડાયેલા શરાબ પ્રકરણમાં ખુલી રહ્યા છે ભેદભરમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના મોટી રવ અને સુદાણા વચ્ચે એલસીબીની ટીમે 31 ડિસેમ્બરની રાત્રે પકડેલા 10 પેટી શરાબના જથ્થાના પ્રકરણમાં આ દરોડા બાદ બુટલેગરો વચ્ચે થયેલી વાતોનો ઓડિયો વાયરલ થતાં ભેદભરમ સર્જાયા છે ત્યારે આ બનાવમાં ઉંડી અને તલસ્પર્શી તપાસ થાય તે જરૂરી છે.

મોટીરવ અને સુદાણા વચ્ચે ગત 31 મી ના 10 પેટી ઈંગ્લીશ દારૂ પૂર્વ કચ્છ એલસીબી ની ટીમે ઝડપી પાડ્યો હતો જેમાંએલસીબીની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રણજીતસિંહ શરાબનો જથ્થો ભચાઉ અને ચિરઈના બે બુટલેગરો પાસેથી લઈ આવ્યો હતો જેની તપાસ ખડીરના પીએસઆઈ. એચ.એમ.પટેલ ચલાવી રહ્યા હતા જેમાં 10 પેટીના આરોપી રણજીતસિંહ સોઢાની પૂછપરછમાં તેમની સાથે આડેસરના અનવર અયુબ હિંગોરજા પણ ગાડી લઈને સાથે હતો જેની ખડીર પીએસઆઈ. તપાસ કરીને આડેસરના બુટલેગર અનવર અયુબ હિંગોરજાની નવી ગાડી નેકસન ગાડી સાથે તેને પકડી ને તેની ધરપકડ કરી ને જેલ હવાલે કરાયો હતો.

તો પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા મુજબ.સવાલ એ પણ થાય કે જો અનવર અને રણજીતસિંહ ભચાઉ અને ચિરાઈ ના બુટલેગરો જેમાં પણ વિરોધાભાસ થાય કારણ કે બે બુટલેગરો કનેથી માત્ર દસ પેટીઓ જ લીધી હશે. તો પૂર્વ કચ્છ એલસીબી એ જ્યારે આરોપી રણજીતસિંહને પકડ્યો ત્યારે તો અનવરનો કોઈ ઉલ્લેખ ન હતો. તો ખડીર પોલીસની તપાસમાં રણજીત અને અનવર બેય સાથે ભચાઉ થી 10 પેટી દારૂ ની લઈને આવ્યા હતા તો અનવર પોતાની ગાડીમાંથી વચ્ચે 10 પેટી દારૂની સુમસાન રસ્તે કઈ રીતે ઉતારી તે વાત ગળે ઉતરે એવી નથી. બીજી તરફ હાલે બે ઓડિયો ક્લિપ વાયરેલ થયેલી છે. જેમાં એક શખસ રણજીતસિંહનાભાઈ હોવાનું કહી રહ્યો છે અને સામે અનવર નામનો શખસ ઓડિયોમાં વાતો કરેછે કે એલસીબી ને 2 લાખ આપ્યા છતાંય ખાલી અલ્ટો મૂકી તો આમાં તારી કયાક ચાલ તો નથી ને તેવો સવાલ અનવરને સામે વાળો શખસ કરી રહ્યો છે તો સામે અનવર કહી રહ્યો છે કે મને પણ એલસીબી પોતાની કચેરી એ લઈ ગઈ હતી અને રાતે 1 વાગે જવા દીધો હતો.તો ત્યારે કેમ એલસીબીએ તેની ધરપકડના કરી અને તે અનવર નામનો શખ્સ એક એલસીબીના કર્મીના નંબર પણ આપતો જણાય છે અને સમેવાળા શખસ ને જણાવે છે કે આમનાથી વાત કરી લેજો. આવી વાતોના બે ઓડિયો કલીપ પણ વાયરલ થયેલી છે. અને તેમાં એક એલસીબીના કર્મચારીના નંબર પણ અનવર નામનો શખસ આપે છે અને જે અલ્ટો ગાડી નો ઉલ્લેખ ઓડિયોમાં થઈ રહ્યો છે તે ક્યાં ગાયબ થઈ ગઈ કે પછી 2 લાખ નું સેટિંગ કામ કરી ગયું ? એ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...