તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાગવતકથા મનોરંજન નહી, મનોમંથન છે : શાસ્ત્રીજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | ભુજમાં સંસ્કારધામ મંદિરના 25માં પાટોત્સવ પ્રસંગે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાનો રવિવારથી શાનદાર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભાગવતાચાર્ય મહેશભાઇ ભટ્ટે કહ્યુ હતુ કે, કળિયુગમાં ભાગવતકથા મનોરંજન નહી, પણ મનોમંથન છે.

શહેરના સંસ્કારધામ ચાર રસ્તા પાસે આવેલા ઓમ સંસ્કારધામ મંદિરેથી કથા મંડપ સુધી વાજતે ગાજતે પોથીની પધરામણી કરવામાં આવી હતી. કથાના પ્રારંભમાં આયોજીત શોભાયાત્રામાં મુખ્ય યજમાન, સહ યજમાન સહિત 41 પોથી યજમાનો ઉપરાંત, ભુજની વિવિધ સોસાયટી વિસ્તારના રહિશો અને ગ્રામીણ ભાવિકો પણ જોડાયા હતા. દિપ પ્રાગટ્ય બાદ કથાની શરુઆત કરવામાં આવી હતી, જેમાં વિદેશી ભક્તો સહિત સંખ્યાબંધ શ્રોતાઓએ કથાશ્રવણનો લાભ લીધો હતો. યુવા કથાકાર ધ્રુવકુમાર શાસ્ત્રીએ કથામાં જણાવ્યુ હતુ કે, કથાના સત્સંગ, ભક્તિ અને સત્કર્મથી જિવાત્માને શાંતિની પ્રાપ્તિ થાય છે.

આ કથા દરમિયાન નિ:શુલ્ક મેડિકલ કેમ્પ તેમજ સમૂહ જનોઇનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત લગ્ન, બેટી બચાવો, ગૌસેવા, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ સહિતના સંદેશ અપાશે. સમસ્ત સત્સંગ સેવા સમિતિ તથા ભાગવત જ્ઞાનયજ્ઞ સેવા સમિતિ દ્વારા શહેરીજનોને આ પાટોત્સવ સહિતના તમામ પ્રસંગોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

સંસ્કારધામ મંદિરેથી કથા મંડપ સુધી વાજતે ગાજતે પોથીની પધરામણી
અન્ય સમાચારો પણ છે...