તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરંદાની ગેટકો કંપનીના વાયરોની ચોરીનો ભેદ ઉકેલાયો : બે આરોપી પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરંદા 66 કેવી સબ સ્ટેશનથી વાઘોટ 66 કેવી સબ સ્ટેશન તરફ જતી વીજ લાઇન લોકેશન એપી/7થી એપી/14 સુધીમાંથી એલ્યુમિનીયમ વાયરો અને સ્ટ્રીંગહાર્ડવેરની ચોરી કરનારા આરોપીઓને નારાણસરોવર પોલીસે ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ચોરીને અંજામ આપનારા આરોપીઓ હસણ કાસમ પઢીયાર (ઉ.વ.37) રહે એકતાનગર પાન્ધ્રો તથા સોહેબ જબાર જત (ઉ.વ.23) રહે ધ્રોવાંઢ તાલુકો લખપત બન્ને જણાઓ ચોરાઉ માલ છકડા જી.જે.12 અેવાય 2503માં નાખીને બરંદા ત્રણ રસ્તા પરથી પસાર થતા હોવાની બાતમીના આધારે પોલીસે બન્ને આરોપીઓને મુદામાલ સાથે દબોચી લીધા હતા. આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને અન્ય કઇ કઇ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે અને તેમની સાથે કેટલા લોકો સ઼ડોવાયેલા છે તે સહિતની વિગતો તપાસવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...